સૌથી મોટો સાયબર અટેક, 99થી વધારે દેશો ભોગ બન્યા

શુક્રવારના રોજ કેટલાંય દેશોમાં સાઇબર ગુનેગારોએ હોસ્પિટલો, ટેલિકોમ ફર્મ અને બીજી કેટલીય અન્ય કંપનીઓને ખંડણીના ઉદ્દેશથી નિશાન બનાવી. આનાથી અનેક દેશોમાં ખળભળાટ મચી ગયો. હૈકર્સે અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટાપાયે સાઇબર એટેક કર્યો. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી જે ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી તે ઇન્ટરનેટ પર લીક થઇ હતી અને હેકર્સે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.

બ્રિટનની હેલ્થ સર્વિસને અસર

આ સાઇબર હુમલાથી બ્રિટનની હેલ્થ સર્વિસને ખૂબ અસર થઇ છે. હુમલાનો શિકાર બનેલ હોસ્પિટલોના વોર્ડ અને ઇમરજન્સી રૂમ બંધ કરી દીધા છે. બ્રિટનની જેમ જ સ્પેન, પોર્ટુગલ, અને રશિયામાં પણ સાઇબર હુમલો થયો છે. 90થી વધુ દેશ આ સાઇબર હુમલાની લપેટમાં આવ્યા છે. સુરક્ષા ફર્મ કૈસ્પરસ્કી લેબ અને અવેસ્ટસેડએ આ હુમલા માટે જવાબદાર મૈલવેયરની ઓળખ કરી છે. બંને સુરક્ષા ફર્મોનું કહેવું છે કે આ સાઇબર હુમલાથી રશિયાને સૌથી વધુ અસર થઇ છે.

ડિજીટલ કરન્સીમાં ખંડણી

રશિયાના આંતરિક બાબતોના મંત્રાલયે ‘રેંસમયવેયર’ અટેકની પુષ્ટિ કરી છે. રેંસમવેયર એક પ્રકારનું મૈલવેયર છે કે જે પ્રભાવિત કોમ્પ્યુટરોના ડેટાને એનક્રિપ્ટ કરી દે છે અને તેના દ્વારા સાઇબર એટેકર ડિજીટલ કરન્સીમાં ખંડણી માંગે છે. બ્રિટનની હેલ્થ સર્વિસીસ પણ શુક્રવારના રોજ આ સાઇબર એટેકથી પ્રભાવિત થઈ હતી. એટેકરે દેશભરની હોસ્પિટલોના કોમ્પ્યુટરને નિશાન બનાવ્યું ત્યારબાદ વોર્ડ્સ અને ઇમરજન્સી રૂમને બંધ કરી દેવામાં આવ્યા આથી સારવારનું કામ થોભી ગયું છે.

what is ransomware attacks
Source:MALWAREHUNTERTEAM

હોસ્પિટલોને સૌથી વધુ અસર

કેટલીય હોસ્પિટલોએ પોતાના નિયમિત કામકાજને રોકી દીધાં છે અને દર્દીઓને કહ્યું છે કે જ્યાં સુધી કોઇ ઇમરજન્સી ના હોય ત્યાં સુધી હોસ્પિટલમાં ન આવો. હોસ્પિટલોના કોમ્પ્યુટર બંધ થઇ ગયા છે અને ફોન સિસ્ટમ પણ કામ કરતી બંધ થઇ ગઇ છે. એટલે સુધી કે કેટલાંક કીમોથેરાપીના દર્દીઓને પણ તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા કારણ કે કોમ્પયુટર સુધી પહોંચી ન શકતાં તેમનો રેકોર્ડ મળ્યો નહીં. ઇંગલેન્ડની હોસ્પિટલોને સૌથી વધુ માર પડ્યો અને સ્કોટલેન્ડમાં કેટલીક હોસ્પિટલ આ સાઇબર હુમલાનો ભોગ બની છે.

ઓનલાઈન ખંડણીની માંગ વધશે

આ જ રીતે સ્પેન, રોમાનિયા અને બીજી જગ્યાઓ પર પણ મોટાપાયા પર રેંસમવેયર એટેકની માહિતી મળી છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હેકર્સ દ્વારા ઑનલાઇન ખંડણીના પ્રયત્નો હજુ વધશે. સાઇબર હુમલાખોરો માટે હોસ્પિટલ એટલા માટે આસાન શિકાર છે કારણ કે આઇટી સિસ્ટમ આઉટડેટેડ છે અને તેમની પાસે દર્દીઓ સાથે જોડાયેલ મહત્વ અને ગોપનીય માહિતીઓ હોય છે. જો કે બ્રિટનના વડાપ્રધાન ટરીસા મે એ કહ્યું છે કે એ વાતના કોઇ પુરાવા નથી કે દર્દીની ખાનગી માહિતીઓ હુમલાખારોને હાથ લાગી છે કે નહીં. તેમણે કહ્યું કે સાઇબર હુમલો માત્ર નેશનલ હેલ્થ સર્વિસને નિશાન બનાવીને કરાયો નથી. મે એ કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય સ્તર પર કરાયેલ હુમલો છે અને કેટલાંય દેશ અને સંગઠન તેનાથી પ્રભાવિત થયા છે.

Kem Majama ? Loved It! then Share It !

Ravi Prajapati

Ravi is a digital marketing specialist, consultant and influencer in the field of sales, marketing, and leadership. His exceptional digital mind consistently produces rare and meaningful insights. In short, he is the person you contact when your brand needs limelight. Being a tech-geek, when away from work Ravi engages himself in reading about technology updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *