શું તમે પરસેવાની ગંધથી પરેશાન છો? અપનાવો આ ઉપાય
પરસેવાની ગંધના કારણે મુકાવું પડે છે ક્ષોભજનક સ્થિતિમાં

ડૉ. યુવા અય્યર, આયુર્વેદ ફિઝિશ્યન: “મને પરસેવો ખૂબ થાય છે. મને પોતાને મારા પરસેવાની વાસ આવે છે. જીમમાં એકસરસાઇઝ કરી, અમરા ગ્રુપના બધા ફ્રેન્ડઝ સાથે થોડો ટાઈમ પાસ કરે છે, પરંતુ કસરત કર્યા પછી પરસેવાની વાસની શરમને કારણે હું સીધી જ ઘરે આવી જાઉં છું. રેગ્યુલર ડીઓડરન્ટ વાપરું છું, પરંતુ હવે નવરાત્રી આવે છે. ગરબાનો ખૂબ શોખ છે. ૪-૫ કલાક ગરબા કર્યા પછી, પરસેવાની દુર્ગંધથી કેવી રીતે બચવું ? શરીરમાં કશી તકલીફ નથી થતી, પરંતુ આ ખૂબ જ એમ્બરેસિંગ પ્રોબ્લેમ છે. આયુર્વેદમાં પરસેવાની વાસ દૂર કરવાની ટ્રીટમેન્ટ છે ?” અઢાર વર્ષની એન્જીનીયરીંગની સ્ટુડન્ટે પરસેવાની દુર્ગંધની સમસ્યા માટે આયુર્વેદિય ઈલાજ માટે પૂછ્યું. યુવતીને આવશ્યક પરીક્ષણ અને તેના આરોગ્યલક્ષી તથા લાઈફસ્ટાઈલ, ફૂડ હેબીટ્સ અંગે પ્રશ્નો પુછ્યા. તેણે જણાવ્યા પ્રમાણે બોડીઓર્ડર – પરસેવાની વાસની આયુર્વેદિય ચિકિત્સા માટે ‘સ્વેદવહ સ્ત્રોતસ’ ની શુદ્ધિ માટે આવશ્યક માહિતી અને ઉપચાર સૂચવ્યા.

પરસેવા દ્વારા નીકળે છે નકામો કચરો

પરસેવો થવો શરીર માટે આવશ્યક છે: જીવન ટકાવવા ચાલતી દેહધાર્મિક ક્રિયાઓના પરિણામે જે મેટાબોલિક વેસ્ટ-બિનજરૂરી ક્ષાર, ગેસ, પ્રવાહી હોય છે, ઉચ્છવાસ, ત્વચા, લીવર દ્વારા શરીર બહાર ફેંકી દે છે ચામડીની નીચે રહેલી સ્વેદગ્રંથીઓમાંથી પ્રવાહીરૂપે પરસેવો નીકળે છે. પરસેવા દ્વારા પાણી સાથે ક્ષાર અને યુરિયા વગેરે નીકળે છે. પરસેવાને કારણે શરીરના તાપમાનનું નિયમન થાય છે. પરંતુ ખાસ સંજોગો જેવા કે વધુ પડતો શરીરિક શ્રમ, તાપમાન વધુ હોય, સ્પાઇસી ફૂડ ખાવાથી તાવ આવે ત્યારે, મેનોપોઝમાં, ભય-ક્રોધ-ઊચાટ જેવી લાગણી થાય ત્યારે પરસેવો વધુ આવે છે.

 ક્યા કારણે આવે છે પરસેવામાં ગંધ?

પરસેવામાં લાક્ષણિક ગંધ આવે છે: ત્વચા નીચે બે પ્રકારની સ્વેદગ્રંથીઓ ફેલાયેલી હોય છે. 1. Eccrine gland અને 2. Apocrine gland. Eccrine gland વાળ ન હોય તેવી ત્વચા નીચે હોય છે. એક્રાઈન ગ્લેન્ડમાંથી નીકળતો પરસેવો પાણી અને થોડો ક્ષાર ધરાવે છે. તેમાં ગંધ બિલકુલ હોતી નથી. પરંતુ પરસેવો વધુ નીકળી, ચામડી પર જામી જાય, ત્યાં જીવાણું-ફુગનું સંક્રમણ થાય ત્યારે વાસ આવે છે. બીજી જાતની સ્વેદગ્રંથી-એપોક્રાઈન ગ્લેન્ડનો વિકાસ તરુણાવસ્થામાં જેમ-જેમ અંત:સ્ત્રાવનો વિકાસ થાય છે, તેમ પ્યુબર્ટી દરમ્યાન વધુ થાય છે. ત્વચા પર રહેલા વાળના મૂળમાંથી સીબમ અને એપોક્રાઈન ગ્લેન્ડનો સ્ત્રાવ નીકળે છે. હોર્મોન્સના પ્રભાવને કારણે વિશિષ્ટ ગંધયુક્ત ફેરોમોન્સ નામનું રસાયણ તેમાં ભળે છે. આથી જ નવોસવો યુવાનીમાં પગ માંડતા યુવક-યુવતીઓ પરસેવામાં વિશિષ્ટ ગંધ અનુભવે છે. જે સામાન્ય છે. પરંતુ જયારે પરસેવો વધુ પ્રમાણમાં થવા લાગે, ગંધ વધુ આવવા લાગે તેવી પરિસ્થિતિ શરમજનક બની જાય છે.

આયુર્વેદમાં પરસેવો થવાના આપવામાં આવ્યા છે કારણો

આયુર્વેદ સ્વેદવહ સ્ત્રોતની શુદ્ધિ માટે શું સૂચવે છે ?: સ્વેદવહ સ્ત્રોત્સનું મૂળ સ્થાન શરીરમાં રહેલો મેદ અને રોમકૂપો (હેરફોલિક્લ્સ) છે. અતિ પરિશ્રમ, સંતાપ, શીત-ઊષ્ણનું ક્રમ વિના સેવન, ક્રોધ-શોક અને ભયથી સ્વેદવહ સ્ત્રોત્સ દૂષિત થાય છે. સ્વેદવહ સ્ત્રોત્સ દૂષિત થવાથી પરસેવો ખૂબ થવો – યા ન થવો, શરીરના અંગો ખરબચડા થવા યા વધુ ચીકણા રહેવા, રૂંવાટા ઊભા થવા, બળતરા થવી – આવી તકલીફ થાય છે.

 શું છે પરસેવાની ગંધથી બચવાના ઉપચાર

ઉપચાર : સામાન્ય ઉપચાર – શરીરનું પાચન, ઊંઘ, મનની પ્રસન્નતા જળવાય તે માટે લાઈફસ્ટાઈલ – ફૂડ હેબીટ્સમાં ફરક કરવો. અહીં ઈલાજ માટે આવેલી યુવતી સવારે કોલેજ જાય ત્યારે માત્ર કોફી પીવે છે. ત્યારબાદ કેન્ટીનમાં સમોસા, ચીપ્સ કે બર્ગર ખાય છે. ક્યારેક કોલ્ડડ્રીન્કસ, ચોકલેટનો શોખ છે. યુવતીનું વજન વધુ છે. માસિક અનિયમિત છે. પ્રત્યેક વ્યક્તિ જે પરસેવાની દુર્ગંધથી ઝઝૂમે છે, તેઓએ આરોગ્યપ્રદ ખોરાક-પીણાં અને જીવનશૈલી અપનાવવી જરૂરી છે. યુવાનવયે હોર્મોન્સના ઈમ્બેલેન્સથી થતી સમસ્યા હોય તો, તે પણ સુધારવું જરૂરી બને છે.


નિયમિત કરો સ્ક્રબનો ઉપયોગ

વિશિષ્ટ ઉપચાર : ચામડીની સ્વચ્છતા માટે નિયમિત સ્નાન કરવું. અઠવાડિયામાં એક વખત તલના તેલથી માલીશ કરવું. કપૂરકાચલી-મસૂરનો લોટ-હળદર-ગુલાબજળ ભેળવી ઊબટન-બોડીસ્ક્રર્બ કરી ન્હાવું. ન્હાવામાં પાણીનું ટેમ્પરેચર સામાન્ય રાખવું. ખોરાકમાં વધુ માત્રમાં મસાલેદાર, તીખા, લસણયુક્ત, કેફેનવાળા પદાર્થો, ચરબી-તૈલી ખોરાક બંધ કરવા.

 આ પીણું તમારી સમસ્યાને કરશે દૂર

મોસંબી-લીંબુ-નારંગી-પાઈનેપલના જ્યૂસ, નારિયેળ પાણી, કાકડી-પાલક-ફુદીનો-દૂધીને ક્રશ કરી બનાવેલા જ્યૂસ, જવનું પાણી જેવા પીણાઓ પૈકી કોઈ એક પીણું દિવસમાં એક વાર પીવું.

 આયુર્વેદની આ ઔષધીઓ આપશે તમને દુર્ગંધમાંથી કાયમી છૂટકારો

ઊશીર, ગંભારી, પ્રિયંગુ, પદ્માક્ષ, લોધ્ર, મંજિષ્ઠા, પાઠા, જવાસા, પિત્તપાપડો, ધાતકી, પટોલ, જાંબુ, કાંચનાર, કરિયાતું આ ઔષધિઓ પૈકી જેટલી પણ મળે અથવા બધી જ ઔષધિઓના સપ્રમાણ સૂકા ભૂક્કાને ૫ ગ્રામ જેટલો, ૫૦ ગ્રામ પાણીમાં રાતભર પલાળી, ઊકાળી ચોથા ભાગનો થાય ત્યારે ઠંડો કરી ગાળી અને સાકર કે મધ ભેળવીને દિવસમાં એક વખત પીવું.

લાઇફસ્ટાઇલ સુધારવાથી મળશે ફાયદો

આ મુજબ ખોરાક અને લાઈફસ્ટાઈલની તકેદારી સાથે ઊપચાર કરવાથી પરસેવાની દુર્ગંધ બંધ થઇ સાથે માસિકની અનિયમિતતા અને વધેલા વજનમાં પણ ફાયદો થયો.

આ સાત બાબતોનું ખાસ રાખો ધ્યાન

– પરસેવાની દુર્ગંધનું કારણ પેટમાં છુપાયેલું છે. બજારની તળેલી વસ્તુઓ અને સ્પાઇસી પદાર્થ ખાવાથી બચવું જોઈએ

– શરીરમાં પરસેવો આવતો હોય તેવા ભાગ પર રાત્રે સુતા પહેલા antiperspirant deodorant. ડિઓડ્રન્ટ હંમેશા એવા સમયે જ લગાવવું જોઈએ જ્યારે તમે હાર્ડવર્ક કરવાના ન હોવ.

– કપડા ધોતા સમયે તેમાં વિનેગર અને બેકિંગ સોડા નાખી તેને થોડીવાર પાણીમાં પલાળો.

– તમરા અંડરાર્મ્સની સફાઈ નિયમિત કરો. જેથી તેના કારણે દુર્ગંધની સમસ્યા દૂર થશે.

– જે ભાગ પર પરસેવો વધુ વળતો હોય તેવા એટલે કે પગના તળીયા, બગલ, કપાળ અને હાથ પર ચાના ઝાડનું તેલ લગાવવું જોઈએ. આ તેલ એન્ટિબેક્ટેરિયલ હોય છે જેના કારણે દુર્ગંધ ફેલાવતા બેક્ટેરિયા થતા નથી.

– ખૂબ ટાઇટ અને મેલા કપડા પહેરવાનું ટાળવું જોઈએ. જે કપડામાં તમારૂં શરીર ખુલ્લ રહી શકે તેવા કપડા પહેરવા જોઈએ.

– અંતમાં નિયમિત રીતે ખૂબ શાવર લ્યો. શરીરમાંથી દુર્ગંધ દૂર કરવા માટે છૂટ પાણીથી નહાવું જોઇએ.

Realated: ફળ ખાતા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અચૂક વાંચો

 
Kem Majama ? Loved It! then Share It !

Ravi Prajapati

Ravi is a digital marketing specialist, consultant and influencer in the field of sales, marketing, and leadership. His exceptional digital mind consistently produces rare and meaningful insights. In short, he is the person you contact when your brand needs limelight. Being a tech-geek, when away from work Ravi engages himself in reading about technology updates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *